પાલનપુર એલસીબી પોલીસે રાજસ્થાન થી આવતી દારૂ ભરેલી કાર ઝડપી, 5.81 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે. પોલીસે ગાડીમાંથી 1624 દારૂની બોટલ ઝડપી પાડી બે ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાડીમાંથી 2,71,040 દારૂ ઝડપી પાડયો છે. એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, એક swift ગાડી દારૂ ભરીને રાજસ્થાન તરફથી ગુજરાત તરફ આવનાર છે. જે આધારે એલસીબી પોલીસે ચેકિંગ દરમિયાન GJ-01-RY-3001 માંથી 1624 દારૂની બોટલો મળી આવી હતી. જેની કિંમત 271040 દારૂ સહિત કુલ 581040 સુના મુદ્દામાલ કબજે કરી બે ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments (0)
Add Comment