આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 15માં નાણાપંચ માંથી ટ્રેક્ટર તથા ટ્રેકટરની ટ્રોલી રખિયાલ ગ્રામ પંચાયતને આપવામાં આવી

સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ સૂત્ર મહાત્મા ગાંધીજીએ કહેલું.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામ ખાતે તારીખ ૧૮/૦૫/૨૦૨૨ ને બુધવારના રોજ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાયો .જે અંતર્ગત 15માં નાણાપંચ માંથી આજે ગાંધીજી ના આપેલા સૂત્ર સ્વચ્છતા ત્યાં પ્રભુતા.એક કદમ સ્વચ્છ તા કી ઓર આ સૂત્રને ધ્યાન માં લઇને માનનીય .મંત્રી.શ્રી બ્રિજેશ મેરજા ના વરદ હસ્તે જિલ્લા પંચાયતના ચેરમેન. માનનીય શ્રી ભરતસિંહ ઝાલા ની જિલ્લા પંચાયતની ગ્રાન્ટ માંથી રખિયાલ ગ્રામ પંચાયતને કચરાના નિકાસ માટે ટ્રેક્ટર તથા ટ્રેક્ટરની ટ્રોલી લોકાર્પણ કરવામાં આવી. આ પ્રસંગ માં ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નાથુસિંહ ઝાલા. તથા ડેપ્યુટી સરપંચ શ્રી રમેશભાઇ ચૌધરી. તથા તલાટી શ્રી સવિતાબેન ચૌધરી. તથા ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.

Comments (0)
Add Comment