જિલ્લાની ૮ ટીમો વચ્ચે સ્પર્ધા …’ખેલ મહાકુંભ-૨૦૨૨’ અંતર્ગત તા.૧૬ થી ૨૦ મે દરમ્યાન દક્ષિણ ઝોન કક્ષાની હોકી સ્પર્ધા યોજાઇ રહી છે..
રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર હસ્તકના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ૧૧મા ખેલમહાકુંભ અંતર્ગત દક્ષિણ ઝોન કક્ષાની અંડર-૧૪ ઓપન એઈજ ગૃપ ભાઈઓની હોકી સ્પર્ધા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પાસે ઉધના-મગદલ્લા રોડ સ્થિત એસ્ટ્રોટર્ફ હોકી ગ્રાઉન્ડ ખાતે યોજાઇ રહી છે. જેમાં સુરત શહેર, સુરત ગ્રામ્ય, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા જિલ્લાના ખેલાડીઓની ૮ ટીમો ભાગ લઈ રહી છે.
આ સ્પર્ધામાં રમતગમત અધિકારી (સુરત શહેર)શ્રી દિનેશ કદમ, રિટાયર્ડ જજ શ્રી એમ.આઇ.પઠાણ, રૂંઢ મગદલ્લા વિભાગ વિકાસ ટ્રસ્ટ, સી.બી.ભંડારી શાળાના ટ્રસ્ટીશ્રી રમણભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.