મીડિયા સેલના કન્વીનર તેમજ ઈ.સી સભ્ય શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના ડો.અજય સોની જણાવે છે કે તાજેતરમાં 14/05/2022 ના શનિવારના રોજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડો.પ્રતાપ સિંહ ચૌહાણ તેમજ કુલ સચિવ શ્રી ડો. અનિલ સોલંકી ના માર્ગદર્શન હેઠળ વિઝોલ ગામે 27 કુપોષિત બાળકોને પૌષ્ટીક આહાર ની કીટ આપવામાં આવી,
છેલ્લા એક મહિનાથી કુપોષિત બાળકોને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દર શનિવારે દત્તક લીધેલા ગદુકપુર અને વિંઝોલ ગામ માં પોષ્ટિક આહાર ની કિટ આપી રહ્યા છે અને હજુ પણ જ્યાં સુધી પોષિત ન થાય ત્યાં સુધી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી કીટ આપતી રહેશે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના કુલ સચિવ ડો.અનિલ સોલંકી સાહેબ એ નિવેદન આપ્યું હતુ
ગદુકપુર અને વિઝોલ ગામના કુપોષિત બાળકો અમારા પરિવારના છે અમારી જવાબદારી બને છે કે આ બાળકોને પોષિત ન થાય ત્યાં સુધી અમે પૌષ્ટિક આહારની કીટ આપીશું. આ કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના કુલ સચિવ માનનીય ડો. અનિલ ભાઈ સોલંકી, કાકણપુર કોલેજના આચાર્ય ડો.કુમાર જૈમિની શાસ્ત્રી સાહેબ, મુકેશભાઈ પટેલ આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, કૃણાલભાઈ,શ્રી ગોવિંદ ગુરુ ટ્રાયબલ ચેરના કો-ઓર્ડીનેટર ડો. મહેશ રાઠવા કાકણપુર બી.એસ.સી કોલેજ ના ઠાકોર સાક્ષી બેન, વિઝોલ પ્રાથમિક શાળાના આચાર્ય બીપીન ભાઈ પરમાર, તેમજ આંગણવાડી બહેનો તેમજ યુનિવર્સિટીના સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન શ્રી ગોવિંદ ગુરુ ટ્રાયબલ ચેરના કોડિનેટર ડો. મહેશ રાઠવા એ કર્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય સંયોજક કુલદીપ સિંહ સોલંકી ઈ.સી સભ્ય શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા તેમજ વિજયભાઈ જલારામ હોમિયોપેથીક કોલેજના આચાર્ય તેમજ સહ સંયોજક ડો.અજય સોની ઈ.સી સભ્ય તેમજ મીડિયા સેલના કન્વીનર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા આ કાર્યક્રમની આભારવિધિ આસિસ્ટન્ટ રજીસ્ટાર મુકેશભાઇ પટેલે કરી હતી.