શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારા અઠવાડિયા માં બે દિવસ શનિવાર અને રવિવાર ગુજરાત ના જિલ્લાઓ, તાલુકાઓ અને ગામડાઓ મા પ્રવાસ કરી સમિતિઓ નું ગઠન કરી કરણી સેના પરીવાર ની સ્થાપના કરી સમાજ ને સંગઠિત કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.સંઘે શક્તિ કળ્યુગે, આ લોકશાહી મા સંગઠિત રહીશું….
તો જ દરેક ક્ષેત્ર મા આગળ વધીશું, એ ક્ષેત્ર રાજકીય, વ્યવસાયીક, શૈક્ષણિક, રોજગાર લક્ષી હોય આ તમામ ક્ષેત્ર મા આગળ આવવા સંગઠિત થવું આવશ્યક છે. લોકતંત્ર મા માથાઓ ગણાવવા ની આવશ્યકતા છે વધેરવાની નઈ, ભાઈઓ ના હાથ ઝાલી ઊભા કરવાની આવશ્યકતા છે ટાંગો ખેંચવાની નઈ. સમાજ મા અનેકો ફાટાઓ પાડી દેવાયા છે એ તમામ ફાટાઓ દૂર કરી માં ભવાની ના નામે એક થવાની આવશ્યકતા છે. પ્રદેશ ની ટીમ અઠવાડિયા મા બે દિવસ પ્રવાસ કરે છે જ્યારે જિલ્લા ની એક દિવસ પ્રવાસ કરી ગામડે ગામડે સમાજ ને સંગઠીત કરવાનું કાર્ય કરે છે. સાથે સાથે હવે જે તે જિલ્લાઓ માં પ્રવાસ કર્યું છે ત્યાં શ્રત્રિય એકતા સ્વાભિમાન સંમેલન નું આયોજન કરી સમાજ ની એકતા નું શક્તિ પ્રદર્શન કરીશું અને તે જ દિશા માં તારીખ 22 મે ના રોજ અમરેલી જિલ્લા નું સંમેલન નું આયોજન અમરેલી કાઠી સમાજ ની વાળી મા બપોરે 3 થી 6 મહારેલી અને સાંજે 6 થી 9 મહા સંમેલન રાખવામાં આવ્યું છે.તા.29 મી મેં ના રોજ અંકલેશ્વર ( ભરૂચ ) ના
પ્લોટ.ન.900,યોગી એસ્ટેટ ની બાજુ માં,જીઆઇડીસી ખાતે સાંજે 4 થી 6 મહારેલી અને સાંજે 6 થી 9 મહા સંમેલન અને તા.12 મી જૂન ભુજ ( કચ્છ ) ખાતે રાખવામાં આવેલ છે. જેમાં બપોરે 4 થી 6 મહારેલી અને સાંજે 6 થી 9 મહા સંમેલન નું આયોજન કરેલ છે. અમારું ઉદ્દેશ્ય સમાજ ની એકતા અને સમાજ નું વિકાસ અને સમાજ સદમાર્ગ તરફ લઈ જવું. જય માઁ કરણી………..