પોલીસે કામરેજ નિવાસી ટેમ્પો ચાલક મહેશ ઘનશ્યામભાઈ મહેતા અને ક્લીનર ચંદન ગુલાબ ગૌતમની ધરપકડ કરી છે. પોલીસે રૂ.5 લાખનો ટેમ્પો, રૂ.12 લાખનો દારૂ સહિત રૂ.17 લાખનો મુદામાલ કબજે કર્યો હતો…..
સુરત ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે કતારગામ ગોટાલાવાડી સર્કલ પાસે વોચ ગોઠવીને આઈસર ટેમ્પોને અટકાવ્યો હતો. ટેમ્પોની તપાસમાં પોલીસે 12 લાખની કિંમતનો દારૂ ઝડપ્યો હતો. ડીસીબી પોલીસના જવાનો પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે કેટલાક લોકો આઈસર ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે……
પોલીસે આરોપીઓની આકરી પૂછપરછ કરતાં જીતુ માલિયાએ જંગી જથ્થામાં દારૂ મંગાવ્યો હતો અને દારૂ વીરેન્દ્ર ઉર્ફે રાજુ પંડિત ઉમાપ્રસાદ મિશ્રાએ મોકલ્યો હતો. આથી પોલીસે મોકલનાર અને ઓર્ડર આપનાર બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા. પકડાયેલા આરોપી મહેશ ઘનશ્યામ મહેતા અને ચંદન ગુલાબ ગૌતમની અગાઉ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે……