અનાપુરછોટા ગામમાં દબાણો તોડવા ગયેલી ટીમ ની ગાડી આગળ લોકો બેસી જતા મોકૂફ

પોલીસ કર્મીઓ પૂરતા પ્રમાણમાં ન હોવાથી ટીડીઓને પરત ફરવું પડયું

પોલીસે બળપ્રયોગ કરતાં પોલીસ સામે પણ ગ્રામજનો આવી ગયા

ધાનેરા તાલુકાના અનાપુરછોટા ગામે દબાણો તોડવા ગુરુવારે પોલીસ બંદોબસ્ત સાથે ટીમ પહોંચી હતી પરંતુ લોકોનો આક્રોશ જોતા ટીમોને પરત ફરવું પડ્યુ હતું. અનાપુરછોટા ગામના દબાણ હટાવવા જિલ્લા વિકાસ અધિકારીએ ગુરુવારે આદેશ કરતા તાલુકા પંચાયત દેવડા તેમજ અન્ય કચેરીઓમાં આ દબાણ તોડવા માટે તમામ તૈયારીઓ થતી અધિકારીઓ પહોંચી ગયા હતા પરંતુ મોટા પ્રમાણમાં દબાણદારો તેમજ ગ્રામજનો ઉમટી પડતા અને તાલુકા વિકાસ અધિકારી ની ગાડી રોકી તેની આગળ બેસી જતા મામલો બિચક્યો હતો અને પોલીસે પણ બળપ્રયોગ કરવા જતાં પોલીસ સામે પણ લોકો આવી જતા દબાણો તોડવાના મુલતવી રાખવા પડ્યા હતા આ અંગે ટીડીઓ રાજેશ ધનગરે જણાવ્યું કે ફરીથી પૂરતી પોલીસ સાથે આ દબાણ તોડવામાં આવશે.

Comments (0)
Add Comment