ધાનેરાના ગોલામાં રાજસ્થાનના ટેટોબ ની બે બહેનો કુવામાં ઝંપલાવી આપઘાત

લાછીવાડ ગામે બંને સગા ભાઇઓ સાથે બંને બહેનોના લગ્ન થયા હતા

ધાનેરા તાલુકાના ગોલા ગામે એક ખેડૂતના અવાવરૂ કુવામાં ગુરુવારે રાજસ્થાનના ટેટોબ ગામની બે સગી બહેનો એ છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું હતું. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે બંને બહેનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતા. રાજસ્થાનના ટેટોબ ગામના ભલાભાઇ લુહાર ની બે દીકરીઓ ગગી બેન અને કોનુ બેન ને રાજસ્થાનના લાછીવાડ ગામે બંને સગા ભાઇઓને પરણાવી હતી.

પરંતુ ગુરુવાર ના સુમારે આ બંને બહેનો કોઈક અગમ્ય કારણોસર લાછીવાડ ગામે પોતાની સાસરી થી નીકળીને બાજુમાં આવેલ ધાનેરા તાલુકાના ગોલા ગામે આવી હતી. જ્યાં શંકરભાઈ રબારી ના ખેતરમાં અવાવરૂ કુવામાં બંને બહેનોએ કૂવામાં છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ ખેતર માલિકને થતા આજુબાજુ થી લોકોને બોલાવ્યા હતા. ભારે જહેમત બાદ બંનેને કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી.
પોલીસે આ બંને યુવતીઓના પરિવાર ની તપાસ હાથ ધરી ને તેમના સગા સંબંધીઓને જાણ કરી હતી. દરમિયાન બન્ને બહેનોની લાશ ને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી.

Comments (0)
Add Comment