ગુજરાત સ્થાપના ના ૬૨મા વર્ષેની ડે માઈ ખાતે સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, ગુજરાત ના ગૌરવ દિવસે ડેમાઈ ગામ હોલ ખાતે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સફળ સર્જન, સફળ પૂર્વ MLA ડૉ. મહેન્દ્રભાઈ એસ.પટેલ , ધારાશાસ્ત્રી તેમજ મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ નવીનભાઈ રમણલાલ મોદીની ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાત સ્થાપના દિવસ ના બાયડ તાલુકાના ઇન્ચાર્જ મફતભાઈ પટેલ, બાયડ નગરપાલિકાના ઉપપ્રમુખ ગાયત્રી બેન પટેલ, ડેમાઈ ગામના સરપંચ હેમલતાબેન ઠાકોર, ઉપસરપંચ કિરીટ ગિરી ગોસ્વામી, અરવલ્લી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, સન્માન ના દાતાશ્રીઓ, પિયુષભાઈ ચીમનલાલ શાહ, રાજેશભાઈ રમણભાઈ પટેલ, વિજયભાઈ સોમાભાઈ પટેલ, ગોપાલભાઈ શામળભાઇ પટેલ, સમીરભાઈ મનહરભાઈ પટેલ, અહમદભાઈ સુલેમાનભાઈ સુથાર
સિનિયર સિટીઝનઓ, ગંગા સ્વરૂપ (વિધવા )બહેનો, નિવૃત્ત સૈનિક, હોમગાર્ડ જવાનો, ગ્રામજનો, BJPના કાર્યકર્તા, પંચાયતના અધ્યક્ષ ધીમંત ભાઈ પટેલ, પંચાયતના સભ્યઓ, આમંત્રિત મહેમાનો, ગ્રામજનો ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી,
પ્રાસંગિક પ્રવચનમાં ગુજરાતની સ્થાપના દિવસની માહિતી આપવામાં આવી હતી,નિવૃત સૈનિક, રિટાયર પીએસઆઇ નું સન્માન આજના અધ્યક્ષ ડૉ. મહેન્દ્ર ભાઈ ના હસ્તે કરવામાં આવ્યું હતું ,૩૧૨ ગંગાસ્વરૂપ બહેનોને ચાંદીના સિક્કા આપી સન્માન કરવામાં આવ્યું હતું, ૧૧૫ સિનિયર સિટીઝનો, ૨૫ હોમગાર્ડ જવાનો નું સન્માન સાલ અને પુષ્પગુચ્છ દ્વારા આમંત્રિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું, સૌના ચહેરા ઉપર ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીનો અનેરો આનંદ જોવા મળ્યો હતો..