બનાસકાંઠા SOG ની કાર્યવાહી
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા જિલ્લામાં ડિગ્રી વગરના એલોપેથીક દવાઓ રાખી સારવાર કરતા બોગસ ડોકટરો સામે કાર્યવાહી કરવા સૂચના કરેલી હોઈ SOG પોલીસના અધિકારીઓ હસમુખદાન, જેતસીભાઈ,સરદારભાઈ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે મેડિકલ ઓફિસર એન.સી. ચૌધરી પી.એચ.સી. રામપુરનાઓએ તેમના સ્ટાફ સાથે રેડ કરતા અમીરગઢ તાલુકાના વીરમપુરમાં આવેલ દાવડા વાસમાં દવાખાનું ખોલી ડિગ્રી વગર સારવાર કરતા મળી આવ્યો હતો.જેથી તેની સામે મેડિકલ પ્રેક્ટિસ એકટ કલમ ૩૦,૩૫, મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.