ઓલપાડના કીમ ગામ મંદિર ની સાલગીરીની ઉજવણી કરવામાં આવી.

કીમ ગામે આવેલા વર્ષોજુના ભાથીજી મંદિર ખાતે હનુમાન જયંતી અને સાલગીરી ધામધૂમ પૂર્વક ઉજવણી, પૂજા, હવન, ભજન કિર્તન સાથે મંદિરની 33 મી સાલગીરી ઉજવણી કરવામાં આવી. ઓલપાડ તાલુકાના કીમ વર્ષો જૂનું ભાથીજી મંદિર આવેલું છે.

ભાથીજી મહારાજ અને રામદેવપીર મહારાજ નું એકમાત્ર વર્ષો જૂનું મંદિર છે. એક તરફ હનુમાન જયંતિ અને બીજી તરફ મંદિર સાલગીરી મહોત્સવ હોવાને લઇ ને ભાવિક ભક્તો માં અનેરો આનંદ જોવા મળ્યો.

સવારથી મંદિર ના પટાંગર માં પૂજારી દ્વારા પૂજા, અર્ચના સાથે હવન અને હનુમાનજી ના સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યા. મોડી સાંજે મહાઆરતી બાદ મહપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહા પ્રસાદીમાં કીમ ગામ સહીત આસપાસ ગામના 5000 હજાર થી ભાવિક ભક્તો લાહ્વો લીધો હતો. આ મહા પ્રસાદી માં મંદિર ટ્રસ્ટ ના 200 જેટલાં સ્વયંસેવકો જેમાં 50 થી વધુ મહિલા સ્વયંસેવકા એ સેવા આપી હતી.

મહાપ્રસાદી બાદ ભજન કીર્તન અને હનુમાનજી ના સુંદરકાંડ પાઠ કરાયા હતા. એકતરફ હનુમાન જયંતી અને બીજી મંદિર ની સાલગીરી એટલે ભક્તો અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રસંગ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

Comments (0)
Add Comment