ગુજરાતના અરબી સમુદ્રના કાંઠે પોરબંદર નજીક માધુપુર ઘેડ નામનું ગામ આવેલું છે. મહાભારતના શૈલ પર્વમાં તેનો માધવતીર્થ નામે ઉલ્લેખ છે.
અહીં દ્વારકાધીશે ઉત્તર પૂર્વીય વિસ્તારના રાજકુમારી રૂક્ષ્મણીજી સાથે વિવાહ કર્યા હતા. હજારો વર્ષ જૂની પરંપરા અને સ્થાપત્ય સાચવીને બેઠેલું માધવપુર હવે રાષ્ટ્રીય ફલક પર છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અને આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે
ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ અહીં ચાર દિવસ નો સાંસ્કૃતિક મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ઉત્તરપૂર્વીય વિસ્તારના ૮ રાજ્યોના ૨૪૩ કલાકારો અને ગુજરાતના કલાકારો બે મહાન સંસ્કૃતિ ની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ભારતની વિવિધતામાં એકતાની પ્રસ્તુતિ કરી કલાનો વૈભવ પાથરી રહ્યા છે. આજે તારીખ ૧૩ એપ્રિલ સાંજે સાંસ્કૃતિક મહોત્સવનુ અંતિમ ચરણ છે.