મળતી માહિતી મુજબ ગઇકાલે બગદાણાનાં કસાણ ગામે આવેલ સુકવો નદીમાં સરાણીયાનો યુવાન રણજીતભાઇ વિનુભાઇ રાઠોડ ( ૧૫ ) મુળ.સાવરકુંડલા પોતાના બળદને પાણી પીવડાવવાં માટે ડેમ પર લઇ જતા.અચાનક બળદ પાણીમા જતો રહેતા તરૂણે તેને બહાર કાઢવા જતા પાણીમાં ઉતયોંઁ હતો.
જો કે તરુણથી બળદની દોરી છુટી જતા તે પાણીમાં ગરકાવ થયો હતો.તરુણ સાથે આવેલ તેના ભાઇએ બુમાબુમ કરતા આસપાસ વાડી વિસ્તારમાંથી લોકો પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતાં બગદાણા પોલીસ મથકનો કાફલો તેમજ તાલુકા પંચાયતના સદસ્ય મયુરભાઇ કામળીયા તેમજ ભગુડા- કસાણ ગામનાં સેવાભાવી યુવાનો અને આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચી ગયા હતા.પાણીની ઉંડાઇ વધારે હોવાથી ૩ કલાકની ભારે જહેમત બાદ સાંજના ૫:૩૦ કલાકે યુવાનની મૃત બોડીને શોધવામાં સફળતા મળી હતી.રેસ્કયુ ઓપરેશનમાં બગદાણા પોલીસ મથકના ધનસુખભાઇ ધાનકવાડિયા,તેમજ ગામનાં સ્થાનિક યુવાનો કિશોરભાઇ બારૈયા તેમજ વિક્રમભાઇ શિયાળ અને તરવૈયાઓ જોડાયા હતા.
તરુણને મૃત હાલતમાં બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બનાવને લઇ બગદાણા પોલીસે તાજવીજ હાથ ધરી હતી