આજ રોજ બારપાદર રોહિત સમાજ સેવા ટ્રસ્ટ મોકેશ્વરની નવીન કારોબારી સમિતીની રચના કરવામાં આવી. આ મિટિંગમાં સમાજના હિતને ધ્યાનમાં રાખી અને સામાજિક અને આર્થિક રીતે સમાજ પ્રગતિ કરે જેવી વિશેષ ચર્ચાઓ કરવામાં આવી. તેમજ બારપાદર રોહિત સમાજ ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ જેવા સંસ્થાકીય હોદ્દાઓની વરણી કરવામાં આવી.
આ સંસ્થાના પ્રમુખ તરીકે શેરપુરા સેંભરના પરમાર સોમાભાઈ ખેમાભાઈ, ઉપ-પ્રમુખ તરીકે નિઝમપુરાના મુકેશ લાલપુરા અને ભલગામના પ્રવિણભાઇ ગણેશભાઈ, મહામંત્રી તરીકે સલેમકોટના રમેશભાઈ, સહમંત્રી તરીકે જૂની નગરીના જયંતીભાઈ મોતીભાઈ, આંતરીક ઓડીટર તરીકે કાલેડાના લવજીભાઈ પરમાર અને હમીરપુરના મોહનભાઈ, ખજાનચી તરીકે નવી નગરીના મુકેશભાઈ, તેમજ સંગઠન મંત્રી તરીકે જૂની સેંધણીના રણછોડભાઈ અમરાભાઇની વરણી કરવામાં આવી હતી.
બારપાદર રોહિત સમાજ સેવા ટ્રસ્ટના તમામ હોદ્દેદારોને નિયુક્તિ બદલ ઉપ પ્રમુખ મુકેશ લાલપુરાએ શુભેચ્છાઓ પાઠવી હતી.