જય શ્રી રામ ગ્રુપ દ્વારા આજ રોજ રામનવમીના દિવસ નિમિત્તે ભાવનગર શહેરના બંદર રોડ વૈશાલી સિનેમા ખાતે થી ટેકરી ચોક, રૂવાપરી ચોક, પચાસ વારિયા, ખેડૂતવાસ વગેરે વિસ્તારોમાં 8 થી 10 કિલોમીટર બાઇક રેલી ફરી વળી હતી.
જેમાં બહોળી સંખ્યામાં યુવાનો, બાળકો વડીલો જય શ્રી રામના નારા ને ભગવા ધ્વજ સાથે ખૂબ જ ઉત્સાહ પૂર્વક બાઇક રેલી માં જોડાણાં હતા. અને વિવિધ સ્થળોએ ઠંડા પાણી, શરબત અને છાશ, દૂધ કોલ્ડડ્રિન્કસ સહિત વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ભવ્ય બાઇક રેલી ને સફળ બનાવવા રવિભાઈ વેગડ, વિકીભાઈ મકવાણા તથા બાઉભાઈ તેમજ અનિલભાઈ સહિતના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી