‘સ્વચ્છતા પખવાડિયું -૨૦૨૨’ અંતર્ગત ભાવનગર જિલ્લામાં ‘મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે’ અને ‘એક્સ્ટેન્ડેડ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની’ ઉજવણી કરવામાં આવી

જિલ્લાની ૩૫૦ કરતાં વધુ શાળા અને આરોગ્ય કેન્દ્ર ખાતે કિશોરીઓને માસિક ધર્મ દરમિયાન રાખવાની સ્વચ્છતા,તેની અગત્યતા , ફાયદાઓ અને સેનેટરી પેડનો યોગ્ય ઉપયોગ અને નિકાલ કરવાનું સમજાવવામાં આવ્યું

તમામ પ્રાથમિક, શહેરી અને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક્સ્ટેન્ડેડ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની ઉજવણી કરવામાં આવી જેમાં અંદાજે ૯૦૦ કરતાં વધુ સગર્ભા બહેનોએ લાભ લીધો

જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એ કે તાવિયાડ દ્રારા જાણવાઆમાં હતું કે માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાથી અને સેનેટરી પેડનો યોગ્ય ઉપયોગ અને નિકાલ કરવાથી કિશોરીઓ અને સ્ત્રીઓ ને થતાં વિવિધ ચેપ અને કેન્સર જેવા પ્રાણધાતક રોગથી બચી શકાશે

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાં ટી.એચ.વી.ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, સ્ત્રી આરોગ્ય કાર્યકર, આશા અને આશા ફેસીલીટેટર બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Comments (0)
Add Comment