ડીસા તાલુકાના થેરવાડા ગામનો જવાન ઇન્ડિયન આર્મીમાં પોતાની અઢાર વર્ષની ફરજ પુરી કરી પોતાના માદરે વતન આજે પરત ફરતા જવાનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ કરીને ભારત માતાની સરહદ પર રક્ષા પૂરી કરી પોતાનો દીકરો પરત વતન ફરતા પરિવારમાં ખુશી જોવા મળી હતી
આજે ભારતની સરહદ પર જવાનો પરિવારથી દૂર રહીને દેશની રક્ષા કરી રહ્યા છે મા ભોમની રક્ષા કાજે આજે દેશના જવાનો ઠંડી ગરમી અને વરસાદમાં પણ પોતાની પરવા કર્યા વગર દેશની સરહદો પર ફરજ નિભાવી રહ્યા છે 24 કલાક મોતનું કફન બાંધી આપણે સુરક્ષિત રહીએ તે માટે જવાનો દેશની સરહદો પર સીના તાન ફરજ બજાવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામના વતની ભરતભાઈ પુરાભાઈ ચૌધરી જેવો છેલ્લા ૧૮ વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા તેમની અઢાર વર્ષની દેશની રક્ષા કરવાની સમયમર્યાદા પૂર્ણ થતા તેઓ પોતાના માદરે વતન પહોંચ્યા હતા 18 વર્ષ બાદ ભરતભાઇ ચૌધરી પોતાના માદરે વતન પહોંચતા ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
કંસારી ગામ થી રેલી સ્વરૂપે ગ્રામજનો વાજતે ગાજતે તેમને પોતાના વતન થેરવાડા ગામ સુધી લઈ આવ્યા હતા ત્યાં આખું ગામ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી ભરતભાઇ ચૌધરી પોતાના વતન પરત આવતા દેશની ભક્તિમાં રંગાઈ હતું. અને ઢોલ-નગારા સાથે આખું ગામ જવાના સ્વાગત માટે નાચી ઉઠ્યું હતું ત્યારે ચોક્કસથી કહી શકાય કે ૧૮ વર્ષ બાદ ભારત માતાની રક્ષા કરી પોતાના વતન પરત ફરેલા ભરતભાઈ ચૌધરીના સ્વાગત માટે આખું ગામ જોડાયું હતું ખાસ કરીને અઢાર વર્ષની દેશની રક્ષા પૂરી કરી પોતાના ઘરે પ્રથમવાર પહોંચતાં તેમના પરિવારમાં પણ આનંદની લાગણી છવાઈ હતી પોતાનો દીકરો જ્યાં પોતાના પરિવારથી દૂર રહી દેશની રક્ષા કરતો હતો તેને લઇ ચૌધરી પરિવારમાં પણ ગર્વની લાગણી જોવા મળી હતી