ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પરવડી ગામે શ્રી એમ.જે પટેલ હાઇસ્કૂલ ખાતે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

ગારીયાધારના પરવડી ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે શ્રી એમ જે પટેલ હાઇસ્કૂલ/હાયર સેકન્ડરી સ્કુલ ખાતે મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સાઇબર ક્રાઇમ તેમજ ટ્રાફિક જાગ્રુતતા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
શાળાના આચાર્ય મહેશભાઇ પરમાર દ્વારા ટ્રાફિક અવરનેસની સમજ આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ
ગારીયાધાર તાલુકાના psi વી.વી.ધ્રાગુ સાહેબ દ્વારા ડ્રગ્સ અવનેસ અને મહિલા સુરક્ષા સાથે મહિલા સશક્તિકરણની સુંદર સમજણ પોતાના વક્તવ્યમાં આપેલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ડાંગરે સાઇબર ક્રાઇમ અને તેનાંથી સ્વબચાવ અને તે અંગેની ફરીયાદની સમજણ આપેલ તેમજ શાળાના શિક્ષક રાજેશભાઈ રાજ્યગુરુ.રાધીકાબેન ખેની .એ.એસ.દિહોરા દ્વારા સાઇબર ક્રાઇમ અંગેની સુંદર સમજ પી પીટી દ્વારા આપેલ જેમાં સાઈબર ક્રાઇમ અંગેના તમામ ગુન્હાઓથી વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યાં હતાં જ્યારે મહેશભાઇ મકવાણાએ સાઇબર ક્રાઇમ અટકાવવા સોશિયલ મીડિયાના વિવેક પુર્ણ ઉપયોગ પર ભાર મુકી વિધાર્થીઓને સરળ સમજ આપેલ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગારીયાધાર પોલીસ સ્ટેશનના સ્ટાફ.શાળા પરીવારના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવેલ

Comments (0)
Add Comment