આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે આદિજાતિ વિસ્તાર વાવડી નવી વસાહત મુકામે મહિલા બેઠક યોજાઇ

ગોધરા તાલુકાના અંબાલી છાત્રાલય સી.આર.સી માની વાવડી નવી વસાહત પ્રાથમિક શાળા મુકામે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સી.આર.સી.કો-ઓર્ડીનેટર કૌશિક પટેલ ના આયોજન અને માર્ગદર્શન હેઠળ મહિલા બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં સી.આર.સી.કો-ઓર્ડીનેટર કૌશિકભાઈ પટેલે આ દિવસ ઉજવવા પાછળ નો મુખ્ય હેતુ લોકજાગૃતિ અને સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે

તેમજ શૈક્ષણિક જાગૃતિ કેળવાય તે હોવાનું જણાવી દેશ અને એમાં ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ, મહિલા સુરક્ષા માટે અભયમ સેવા ,વિદ્યાલક્ષ્મી બોન્ડ, ઉચ્ચ શિક્ષણ સહાય ગૃહ ઉદ્યોગ સહાય ,મહિલા અનામત જેવા મુદ્દાઓને આવરી લઈ માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે ગ્રામ પંચાયતના મહિલા સભ્ય દમયંતીબેન કિશોરીએ મહિલાઓને પોતાના ઉત્કર્ષ માટે આગળ આવવા જણાવ્યું હતું શાળાના આચાર્ય દેવેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિતોને કન્યાઓને નિયમિત શાળામાં મોકલવા જણાવ્યું હતું આ પ્રસંગે એસએમસીમાના તમામ મહિલા સભ્યોએ એક સુરે કન્યા કેળવણી માટે પરિણામલક્ષી કામગીરી કરવા સૌએ સાથે મળીને કામ કરવા જણાવ્યું હતું અને માટેની તૈયારી દર્શાવી હતી

Comments (0)
Add Comment