ભાવનગર જિલ્લાના ગારીયાધાર પંથકમાં દારૂબંધીના લીરેલીરા ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાના વીડીયા-ફોટા થયા વાયરલ

ગુજરાત માં દારૂ બંધી જ્યારે ગારીયાધાર માં ઉલ્ટી ગંગા

ગારિયાધાર પંથકમાં કાયદો અને વ્યવસ્થા બાબતે તંત્ર બેદરકાર હોય હોય તેવું લાગી રહ્યું છે પંથકમાં ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ હોય તેમ લાગી રહ્યું છે ગારિયાધાર ના અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થાય છે અને પોલીસ આ બાબતે અજાણ હોય તે નવાઈ ની વાત કહેવાય તેવું લોકમુખે ચર્ચાય રહ્યું છે પુષ્કળ પ્રમાણમાં દારૂનું વેચાણ થાય છે અને જાહેર રસ્તાઓ ઉપર કોઈપણ જાતના ડર વિના બાઈક પર હેરાફેરી પણ થઈ રહી છે આ તમામ બાબતે શહેરીજનો વાકેફ હોય તો પોલીસ કેમ અજાણ ? તેવા સવાલો પ્રજાજનો માં થઇ રહ્યા છે હાલ સોશ્યલ મીડિયા માં વાયરલ થયેલા વિડિયો ગારિયાધાર પોલીસ ની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે

ખુલ્લે આમ ધોળા દિવસે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને બેવડા ઓ લોકોને કોઈ પણ જાતના ડર વગર દારૂનું વેચાણ કરતા વીડિયોમાં દેખાય રહ્યા છે ત્યારે એક વાત તો ચોક્કસ કહી શકાય કે ગારિયાધાર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને તંત્ર દ્વારા બધું બરાબર ચાલે તેમ માની લઈ ગાડુ રોડવાય રહ્યુ છે જો જિલ્લા મથકે થી અન્ય કોઈ બ્રાન્ચ દ્વારા ગારિયાધાર પંથકમાં દારૂ બાબતે રેડ કરવામાં આવે તો ગારિયાધાર પોલીસની ભૂમિકા બહાર આવે તેમાં બે મત નથી તેવું લોકમુખે ચર્ચાય રહ્યું છે હાલ તો વાયરલ થયેલા વિડિયો એ ગારિયાધાર પોલીસ ની કામગીરી નું સુરસુરિયું કરી દીધુ છે ત્યારે હવે જોવાના એ રહ્યું કે ગારિયાધાર પંથકમાં કાયદો અને વ્યવસ્થા બાબતે તંત્ર દ્વારા કેવા પગલાં ભરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે

Comments (0)
Add Comment