બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર માં આજ રોજ બ્રાન્ચ શાળા નંબર 4 ફાંસીયા ટેકરા પાલનપુર પ્રાથમિક શાળામાં નગરપાલિકાના કોર્પોરેટર શ્રીમતી આશાબેન બી રાવલ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-૨૮મી ફેબ્રુઆરી ની ઉજવણીના ભાગરૂપે વિજ્ઞાન પ્રદર્શન ને તેમના વરદ હસ્તે ખૂલ્લુ મૂકવામાં આવ્યું. શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષક મેહુલભાઈ મોઢ અને પ્રીતિબેન પટેલ દ્વારા વિજ્ઞાનના સાધનો ની ઓળખ વિજ્ઞાન ક્વિઝ અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તેમજ શાળાના આચાર્યશ્રી ડોક્ટર અશ્વિન કુમાર જે પ્રજાપતિ દ્વારા મહેમાન શ્રી તેમજ ગણિત વિજ્ઞાનના શિક્ષક ભાઇ બહેનોને મોમેન્ટો આપી ને સન્માન કરવામાં આવ્યું પ્રદર્શનમાં કુલ શાળાના 220 બાળકોએ ભાગ લીધો સમગ્ર કાર્યક્રમમાં શિવ શક્તિ હાઇસ્કુલના પ્રિન્સિપાલ શ્રીમતી jugnu બેન દ્વારા પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા..