ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામના અવાવરૂ કુવામાં ખાબક્યો ખુટીયો

મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામ અવાવરૂ કુવામાં ખુટીયો ખાબકતા સ્થાનિકો લોકો દ્વારા રેસક્યુ કરવામાં આવ્યું.

મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામના અવાવરૂ કુવામાં ખાબક્યો ખુટયો દિન પ્રતિદિન ગુજરાતનાં ઘણાખરા ગામોમાં ખુટીયાનો ત્રાસ જોવા મળી રહ્યો છે દોઢ બે મહિના અગાઉ તલગાજરડા ગામે એક વ્યક્તિને ખુટીયા દ્વારા ઈજા પહોંચાડી હતી ત્યાર બાદ કુંભણ ગામમાં એક મહિલા ને ઢીક મારી ને ઈજા પહોંચાડવામાં આવી હતી
મોટા ખુંટવડા ગામના બોરડી રોડ પર આવેલા ખેડાપતિ હનુમાનજી દાદાના મંદિર નજીક અવાવરૂ કુવામાં ખુટીયો ખાબક્યો હતો ખુટીયા ને કુવામાંથી બહાર કાઢવા માટે સ્થાનિક લોકો દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યું હતું. સ્થાનિક જીવદયા પ્રેમીઓએ આખલાને મહામહેનતે અવાવરૂ કુવામાંથી બહાર કાઢી જીવદયા નું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું

Comments (0)
Add Comment