લાખણી તાલુકાના મોરાલ અનુપમ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુખદેવભાઈ જોષી ની પ્રેરણાદાયી કામગીરી કરવામાં આવી.મળતી માહિતી મુજબ મોરાલ અનુપમ પ્રાથમિક શાળા માં ધોરણ ૬ માં અભ્યાસ કરતો રબારી ઈશ્વરભાઈ રૂડાભાઈ નામનો બાળક જેને કુદરતી સાંભળવાની બોલવાની તકલીફ હોઈ ઉપરાંત તેના પિતા ખેતર માં ભાગીયા તરીકે મજૂરી કરતા હોઈ આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બાળકનું ડીસએબિલીટી સર્ટિફિકેટ કઢાવવું ખૂબ મુશ્કેલ હતું આ વાત બાળકના વર્ગ શિક્ષક શ્રી સુખદેવભાઈ ઈશ્વરલાલ જોષી ને ખબર પડતાં વાલીનો સંપર્ક કરી વાલી તેમજ બાળક ને પાલનપુર લઈ જઈને બાળકનું ડીસએબિલીટી સર્ટિફિકેટ કઢાવી આપ્યું.
શાળાના શિક્ષકની આ પ્રશંસનીય અને પ્રેરણાદાયી કામગીરી ને વાલી તેમજ ગામલોકોએ બિરદાવી હતી.