સ્વરછ ભારત મિશન અંતર્ગત ભારત સરકારશ્રીના પર્યાવરણ, વન અને કલાઈમેટ ચેન્જ મંત્રાલય દ્વારા તા-૩૦/૦૯/૨૦૨૧ થી જાહેર નામામા સુધારો કરી ૭૫ માઈક્રોન થી ઓછી જાડાઈ વાળા પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મુકેલ તે અન્વયે ભાયાવદર નગરપાલિકા દ્વારા તા-૧૪/૦૨/૨૦૨૨ ના રોજ સેનેટરી ઇન્સ્પેકટર કોમલબેન દેસાણી શોપ ઇન્સ્પેકટર એ.એન.પરમાર તેમજ વહીવટી ક્લાર્ક ડી.બી. ધમસાણીયા ભાયાવદર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી આર.સી.દવે દ્વારા ટીમ બનાવી શહેરમાં વિવિધ સ્થળો પર જઈને દુકાનો પર તપાસ હાથ ધરવામાં આવી
જેમાં ૭૫ માઈક્રોન થી ઓછી જાડાઈ વાળુ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ૮ દુકાનદારો ને નિયમો અનુસાર વહીવટી ચાર્જ રકમ રૂ.૧૩૫૦/- લઈને પ્લાસ્ટિકનો આશરે ૧૬.૭ કે.જી જથ્થો જપ્ત કરવામાં આવ્યો તેમજ દુકાનદારોને ૭૫ માઈક્રોન થી ઓછી જાડાઈ વાળુ પ્લાસ્ટિક ન વાપરવા સૂચના આપવામાં આવી