સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા: વિસાવદર – કાલાવડમાં આભ ફાટ્યું, 6 કલાક માં રાજ્યના 111 તાલુકામાં વરસાદ

રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ નોંધાયો છે. રાજકોટ સહીત જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના કેટલાક ડેમ ઓવરફ્લો થયા છે. ઉપલેટાનો વેણુ-2 ડેમ સીઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો છે. વેણુ-2 ડેમમાં પાણીની પુષ્ફ્ળ આવક થતા ડેમના 15 દરવાજા 5 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં પાણીની આવક અને જાવક 41 હજાર 840 ક્યુસેક જોવા મળી રહી છે તો ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નદી કિનારે ન જવા પણ સૂચન આપવામાં આવ્યું છે. તંત્ર દ્વારા અહીં ન જવા ખાસ ચેતવણી આપવામાં આવી છે. લોકોને નદીના પટમાં ન જવા પણ આ તકે ખાસ સૂચન આપવામાં આવ્યું છે હજુ પણ મોજ ડેમમાં પાણીની આવક શરુ જોવા મળી રહી છે. રાજકોટમાં નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠાના ગામોને તંત્ર દ્વારા ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે
જૂનાઢના વિસાવદરમાં આભ ફાટ્યું હોવાના સમાચાર છે. છેલ્લાં બે કલાકમાં સદા 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 6 કલાકમાં વિસાવદરમાં 12 ઇંચ વરસાદ પડ્યો છે. અનરાધાર વરસાદથી નાડીયો ગાંડીતુર થયી છે. જેમાં પોપટડી, મચારી, કબારો નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. આંબાજળ, ઘ્રફળ સહિતના ડેમ છલકાય હોવાના સમાચાર છે.
છેલ્લા 6 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદી આંકડા સામે આવ્યા છે. જેમાં વિસાવદરમાં 6 કલાક માં સવા 12 ઇંચ વરસાદ પડ્યો છે. કાલાવડમાં 6 કલાકમાં 6 ઇંચ વરસાદ બાબક્યો છે લોધીકા અને રાજકોટમાં સવા 7 ઇંચ વરસાદ પડ્યો છે . ધોરાજીમાં 7 ઇંચ, કોટડાસાંગાણીમાં સવા 4 ઇંચ, ગોંડલ, જૂનાગઢમાં 4-4 ઇંચ વરસાદ પડ્યો છે . રાજકોટ જૂનાગઢ, જામનગરમાં ભારે વરસાદ છે. જેના કારણે ભારે વરસાદથી રાજ્યમાં 63 રસ્તાઓ હાલમાં બંદ છે, જેમાં 5 સ્ટેટે હાઈવે, 57 પંચાયત હસ્તકના રસ્તા બંદ હોવાનું સામે આવ્યું છે.

Comments (0)
Add Comment