વજાપુર જૂના ગ્રામ પંચાયત માં પ્રથમ ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ તારીખ 25/01/2022 ના રોજ વજાપુર જૂના ગ્રામ પંચાયત માં બિનહરીફ સરપંચશ્રી શ્રીમતી વાઘેલા એવનબા દિલીપ સિંહ ના અધ્યક્ષ સ્થાને શ્રી ટી.ડી. ઓ સાહેબ.તલાટી કમ મંત્રી બેન શ્રી તથા ગ્રામ પંચાયત ના સભ્યો શ્રી હાજરી માં પ્રથમ ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ પ્રથમ બેઠક માં ઉપસરપંચ તરીકે શ્રીમતી સુરી બેન માનસંગ ભાઈ દેસાઈ ની વરણી કરવામાં આવી છે… અને આજ રોજ ની સભા માં ગામ ને પ્રાથમિક જરૂરિયાત જેવી કે પાણી ની પાઇપ લાઇન . ગટર વ્યવસ્થા. આરોગ્ય ને લગતી સેવાઓ. શિક્ષણ વ્યવસ્થા અને સરકાર શ્રી દ્વારા જે યોજનાઓ જેવી સ્વરોજગાર યોજના
ઇન્દિરા આવાસ યોજના,ગ્રામીણ સ્વચ્છતા યોજના,ગોકુળ ગ્રામ યોજના
સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના .પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભો
ગામ ના દરેક નાગરિક ને આપવામાં આવે એવી સરપંચ શ્રી તથા સભ્યો શ્રી ઓ ખાતરી આપે છે

Comments (0)
Add Comment