નડેશ્વરી માતાજી ના ધામ નડાબેટ ખાતે ખેડૂતો ના ઇષ્ટદેવ ભગવાન બલરામ ની જન્મ જયંતી ની રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા ઊજવણી કરવામાં આવી
આજે ભાદરવા સુદ છઠ હોવાથી ખેડૂતો ના ઇષ્ટદેવ ભગવાન બલરામ ની જન્મ જયંતી હતી અને ભગવાન બલરામ ની જન્મ જયંતી ની ઊજવણી રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા રણ ની દેવી નડેશ્વરી માતાજી ના ધામમાં નડાબેટ ખાતે કરવા માં આવેલ અને માં જગદંબા અને ખેડૂતો ના ઇષ્ટદેવ ભગવાન બલરામ ની આરાધના કરી આવનાર દિવસોમાં ખેડૂતો ને શક્તિ આપે જેથી ખેડૂતો દેશ ના અન્નના ભંડાર ભરી નાખે અને દેશ માં કોઈ વ્યક્તિ ભુખ્યો ન રહે અને આવનારું વર્ષ ખેડૂતો સારું રહે તેવી ભગવાન બલરામ ને પ્રાર્થના કરી હતી .
આજના બલરામ ભગવાન ની જન્મ જયંતી ની ઊજવણી પ્રસંગે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા ના પ્રમુખ વી.કે.કાગ ,જીલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ,જીલ્લા કોષાઅધ્યક્ષ વિક્રમભાઈ ગામોટ,જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા,ઉત્તર ગુજરાત ઝોન પ્રમુખ દિનેશગીરી ગૌસ્વામી,જીલ્લા યુવા મહામંત્રી પ્રદિપસીહ દિયોલ,જીલ્લા પચાર પ્રસાર પ્રમુખ પુરણસિહ ચૌહાણ તેમજ તમામ તાલુકા પ્રમુખ,તાલુકા મહામંત્રી તેમજ જીલ્લા તાલુકા પદાધિકારી હાજર રહી ભગવાન બલરામ ની જન્મ જયંતી પ્રસંગો પુષ્પો અર્પણ કરી ઉજવણી કરવામાં આવેલ છે.