બનાસકાંઠા જિલ્લા ડીસા શહેર ભારત વિકાસ પરિષદ સ્નેહ મિલનની ભવ્ય ઉજવણી

ભારત વિકાસ પરિષદ સમાજના જુદા જુદા વ્યવસાયો અને વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરતા શ્રેષ્ઠત્તમ લોકોનું બિન રાજકીય અને નિ:ર્સ્વાથ સમાજસેવી સાંસ્કૃતિક રાષ્ટ્રીય સંગઠન છે. ડીસા મુખ્ય શાખાનો સ્નેહમિલન કાર્યક્રમ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ફ્રુટ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એમ.પી.ગઢવી, નગર પાલિકા પ્રમુખ રાજેશભાઈ ઠક્કર, દુર્ગા વાહીનીના પ્રમુખ ડો.અવની બેન આલ, તેમજ ડો પરેશભાઈ સોલંકીની ઉપસ્થિત માં યોજાયો, ભારત વિકાસ પરિષદ સ્થાપનાનો ઉદે્શ ભારતીય સમાજનો સર્વાંગી વિકાસ સાધવાનો છે. વિકાસની વ્યાખ્યામાં સામાજિક, સાંસ્કૃતિક, નૈતિક, રાષ્ટ્રીય, આધ્યાત્મિક વગેરે તમામ પ્રકારના વિકાસનો સમાવેશ થાય છે. આ હેતુથી પ્રબુદ્ધ અને સાધન સંપન્ન વર્ગ સમાજ કલ્યાણના કામ માટે પ્રેરણા આપવાનું કાર્ય કરે છે,

જેને અનુસંધાને ડીસામાં પ્રથમ ઉત્તર ગુજરાત પ્રાંતની સ્પર્ધામાં ઇનામ પ્રાપ્ત કરનાર પાવન રાજેશભાઈ ત્રિવેદી, આશ્રય વ્રજેશ કુમાર સોની, અને શ્યામા વ્રજેશકુમાર સોનીને પ્રાંત માંથી ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા,ત્યાર બાદ ભારત કો જાનો સ્પર્ધા તેમજ ગીત ગાન સ્પર્ધાના વિજેતાઓને શિલ્ડ અને સર્ટીફીકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા, આ કાર્યક્રમના ટ્રસ્ટી ડો.અજયભાઈ જોશી, ડો. મનોજભાઈ અમીન, મહિલા સંયોજિકા પુષ્પા બેન ગર્ગ,તેમજ ભારત વિકાસ પરિષદ ડીસાના મુખ્ય શાખાના સભ્યો હાજર રહી ને સાથે ભોજન લઈને સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Comments (0)
Add Comment