કડકડતી ઠંડીના મોસમ સાથે ખેતરોમાં ખીલી ઊઠેલી ધરતી ના ખોળે કુદરતી પીળી ચાદર

બનાસકાઠા જિલ્લામાં કડકડતી ઠંડીના મોસમ સાથે ખેતરોમાં ખીલી ઊઠેલી ધરતી ના ખોળે કુદરતી પીળી ચાદર
ડીસા ભીલડી અને આજુબાજુના પંથક સહિત સમગ્ર જિલ્લામાં વાવેતર કરવામાં આવેલ રવિ સિઝનના પાકો પણ ખીલી ઉઠયા રાયડા, બટાકા ઘઉં જીરું સહિત ના પાકો પુર જોશ માં ખીલી ઉઠયા છે

શિયાળાની આ કડકડતી ઠંડીના મોસમ સાથે ખેતરોમાં ખીલી ઊઠેલી કુદરતી લીલીપીળી ચાદર અને બટાકાની મનમોહી લે તેવા દૃશ્યો શિયાળાની ઋતુ ધીમે-ધીમે જામી રહી છે ડીસા ભીલડી સહિત સમગ્ર જિલ્લામાં વાવેતર કરવામાં આવેલ રવિ સિઝનના પાકો પણ ખીલી ઉઠયા છે. હવામાનના પલટા બાદ ઠંડીનું પ્રણામ વધતાં ખેતીના પાકોને અનુકૂળ વાતાવરણ મળતા રાયડા સહિત ના પાકો પુર જોશ માં ખીલી ઉઠયા છે ત્યારે શિયાળાની કડકડતી ઠંડીના મોસમ સાથે ખેતરોમાં ખીલી ઊઠેલી કુદરતી પીળી ચાદર અને બટાકાની મનમોહી લે તેવા દૃશ્યો સર્જી રહી છે

Comments (0)
Add Comment