અંબાજી મંદિર માં માતાજીના ચરણોમાં 120 ગ્રામ સોનાનું રૂ કિંમત 5,52,000 નું સુવર્ણ મુગટ ભેટ કર્યુ

આજે માગશર સુદ પૂનમ અને રવિવારના દિવસે મોટી સંખ્યામાં યાત્રિકો માં અંબાના દર્શન કરવા અંબાજી આવી પહોંચ્યા હતા અંબાજી મંદિર જય જય અંબે બોલ મારી અંબે ના નાદ થી ગુજી ઉઠ્યુ હતુ
યાત્રાધામ અંબાજીમાં માઈ ભક્તોને અને શ્રદ્ધા રહેલી છે અને અહીં કેટલાય માઇભકતો અવારનવાર માં અંબાના મંદિરમાં સોનાનું દાન ભેટ રૂપે આપતા હોય છે
થોડાક દિવસ અગાઉ પણ સુરતના એક માઈભક્તે માતાજીને સુવર્ણ અલંકારો ભેટ ધર્યા હતા અને આજે પૂનમ ના દિવસે અન્ય એક માઈભક્તે માતાજીના ચરણોમાં સુવર્ણ મુગટ ભેટ કર્યુ છે.
આ સોનાનુ મુગટ માઈ ભક્તે મંદિર ના ભેટ કરીને અંબાજી મંદિર ટ્રસ્ટના ટેમ્પલ ઈન્સ્પેકટર સતિષ ગઢવીને જમાં કરાવ્યું હતું. આ મુગટ 120 ગ્રામ સોનાનું છે અને એની કિંમત રૂ. 5,52,000 જેટલી છે .અમદાવાદ ના આ માઈભક્તે નામ જાહેર કરવાનો ઈન્કાર કર્યો હતો.

Comments (0)
Add Comment