બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા માં આજરોજ ડીસા વાડી રોડ પર આવેલ સ્મશાનભૂમિ ખાતે ૭૨ મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં ડીસા ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ સહિત ચૂંટાયેલ સભ્યો તથા ભાજપના આગેવાનો વૃક્ષ પ્રેમીઓ અને શહેર મામલતદાર ફોરેસ્ટ અધિકારી હાજર રહી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી અને વૃક્ષો રોપણ કરવામાં આવ્યો ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર સહિત સદસ્ય તાલુકા ભાજપના આગેવાનો હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહી વૃક્ષ વાવો વરસાદ લાવો ના નારા બોલાવવામાં આવ્યા હતા તથા ડીસા વહીવટી તંત્રની ઉપસ્થિતમાં વન મહોત્સવ ઉજવાયો 72 માં વન મહોત્સવ અંતર્ગત અનેક વૃક્ષો પ્રેમીઓને ધારાસભ્ય શશીકાન્ત ભાઈ પંડ્યા ના હસ્તે સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા ડીસાના વેપારીઓ સહિત ઘણા વૃક્ષ પ્રેમીઓ દ્વારા 72માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.અહેવાલ નરેશ ડી વ્યાસ બ્યુરોચીફ બનાસકાંઠા