અંબાજી નજીકની બોર્ડર પરથી વિદેશી દારૂની બેખોફ હેરાફેરી

  • 24 કલાક માં વિદેશી દારૂ ભરેલી બે ગાડીઓ બોર્ડર થી પસાર થઈ ગયી

અંબાજી રાજસ્થાન બોર્ડર પર આવેલું છે રાજસ્થાન માં દારૂની છૂટ હોવાથી અંબાજી બોર્ડર પર થી ગુજરાત માં દારૂ. ઘુસાડવાના પ્રયત્નો થાય છે ગુજરાતનું અને દેશનું સૌથી મોટું શક્તિપીઠ તરીકે જગવિખ્યાત બન્યું છે ત્યારે આ ગામમાં દેશભરમાંથી અને વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે ત્યારે આ ધામમાં બે નંબરની પ્રવૃત્તિઓમાં ભારે વધારો થવા પામ્યો છે. અંબાજી નજીક ડાબી તરફ અને જમણી તરફ રાજસ્થાન બોર્ડર આવેલી હોવાથી આ બોર્ડર ઉપર થી દારૂ ભરેલી ગાડીઓ મોટી સંખ્યામાં પસાર થાય છે અને આવી ગાડીઓ ચોક્કસ કોડ દ્વારા પસાર થાય છે. છાપરી પોલીસ અને જાંબુડી પોલીસ ચોકી પર એક બે બોટલ લઇ જતાં વાહનચાલકો પર કેસ કરવામાં આવે છે ,પરંતુ મોટામોટા હાથી બોર્ડર પાર કરીને ગુજરાતમાં દારૂ લઇને પ્રવેશે તે અંબાજી પોલીસને દેખાતું નથી. સોમવારે સાંજે 8 વાગે અને મંગળવારે સવારે 7 વાગે દારૂ ભરેલી ગાડી અંબાજી શક્તિપીઠ માં આવતા પોલીસના લીરેલીરા ઉડયા હતા.


શક્તિપીઠ અંબાજી ખાતે માઇ ભકતો દર્શન કરવા આવે છે ત્યારે આ ગામમાં ચાલતી બે નંબરની પ્રવૃતિઓ જોઈ તેમનીઆસ્થાને ભારે ઠેસ પહોંચે છે. અંબાજી ખાતે અમુક લોકો દ્વારા હોમ ડિલિવરી કરવામાં આવે છે જેમાં એક યુવાન માસ્ટરમાઈન્ડ આખા અંબાજીનું મંદિર મોનીટરીંગ કરે છે. પરંતુ અંબાજી પોલીસને આ બધું દેખાતું નથી. એક માથાભારે મહિલા પણ રોજ રાત્રે પોતાનાં ઘરે ખાનગી ગાડી મા દારૂ નો માલ લાવે છે પણ પોલીસને આ દેખાતુ નથી

Comments (0)
Add Comment