- પ્રથમ દિવસે જાત્રા અગ્નિ સ્થાપના કરવામાં આવી હતી શોભાયાત્રા નિકાળવામાં આવી
ડીસા તાલુકાના માણેકપુરા ગામે શ્રી નીલકંઠેશ્વર મહાદેવ ની પ્રતિષ્ઠા મહોત્સવ માં ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પ્રથમ દિવસે જાત્રા અગ્નિ સ્થાપના કરવામાં આવી હતી શોભાયાત્રા નિકાળવામાં આવી હતી ડીસા પાટણ હાઈવે પર આવેલ માણેકપુરા ગામ માં સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી નીલકંઠેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શનિવારે પ્રારંભ થયો છે ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે એટલે શનિવાર દીપ પ્રાગટ્ય સ્થાપન અને યજ્ઞ યોજાયો હતો રવિવારે ગામમાં વિશાળ શોભાયાત્રા નીકાળવામાં આવી હતી
સોમવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને રાત્રે ભજન સંતવાણી રાખેલ હતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ મહેમાનો અને શ્રદ્ધાળુઓ માટે સતત ત્રણ દિવસ સુધી ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી છે આવનાર મહેમાનો અને શ્રદ્ધાળુઓ ને તકલીફ ન પડે તે માટે સ્વયં સેવકો ખડે પગે સેવા આપી રહ્યા હતા માણેકપુરા ગામે શ્રી નીલકંઠેશ્વર મહાદેવ નો પ્રતિષ્ઠા મહોત્સવ ના પ્રારંભ થી ગ્રામજનોએ ખુબજ આંનદ અનુભવ્યો હતો રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા