ગુજરાત નાં શોષિત કામદારો નાં મુદ્દે હાઈકોર્ટ માં ફરિયાદ ની ચીમકી ઉચ્ચારતા મહિપતસિંહ
મફતલાલ મિલ નાં કામદારો નાં વેતન નાં અસહ્ય શોષણ નાં મુદ્દે જાહેર કરેલા એલાન મુજબ નડિયાદ માં મહિપતસિંહ ની આગેવાની માં સેકડો કામદારો વિશાળ રેલી કરી સરકાર ને પડકાર ફેંક્યો છે. ભારત નાં બંધારણ અને પ્રવર્તમાન કાયદા મુજબ વેતન ચૂકવવા ખેડા વહીવટી તંત્ર ને પ્રાથમિક ફરિયાદ આપી છે
નડિયાદ મદદનીશ શ્રમ આયુક્ત અને ઈંસ્પેક્ટર ની ગેરહાજરી માં સ્થાનિક કર્મચારી ને મહીપતસિંહે કડક શબ્દો માં ઝાટકણી કાઢી ને કાયદાના પાલન કરવાની નસીહત આપી હતી જોકે નડિયાદ માં વર્ષો પછી કોઈ કામદાર રેલી નીકળી છે જે ગુજરાત રાજ્ય નાં કામદાર શોષણ નો પડઘો છે સરકાર માટે આત્મ શશોધન કરવાનો સમય પાકી ગયો છે