પાલનપુર જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટસના યજમાન પદે યુનિસેફ ફિલ્ડ એક્શન પ્રોજેક્ટ-૨૦૨૧ યોજાયો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિર્ટી, એન.એસ.એસ. વિભાગ પાટણ અને જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે ર્ડા. મહેશભાઈ મહેતા, નાયબ નિયામક, ઉચ્ચ શિક્ષણ, એન.એસ.એસ. ગાંઘીનગરના અધ્યક્ષસ્થાને યુનિસેફ ફિલ્ડ એક્શન પ્રોજેકટ-૨૦૨૧નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને એન.એસ.એસ. લોકગીતથી કરવામાં આવી હતી. કોલેજના આચાર્યશ્રી ડો. એસ. જી. ચૌહાણે મંચસ્થ મહેમાનોનું અને જિલ્લાની વિવિધ કોલેજોમાંથી આવેલા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર તથા સ્વયંસેવકોનું સ્વાગત કર્યુ હતું.


આ પ્રસંગે સૌહાર્દ સંસ્થાનાશ્રી દિવ્યભાઈએ અને તેમની ટીમ દ્વારા નાટ્ય અભિનય અને ચર્ચા સાથે બાળકોની સુરક્ષા, બાળ હિંસા જેવી સમસ્યા વિશે સુંદર માહિતી આપી હતી. આ કાર્યક્રમનાં અંતે ડો. ભારતીબેન રાવતે આભારવિધી કરી હતી. કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન એન.એસ.એસ.ના પ્રોગામ ઓફિસરશ્રી ડો. મનીષભાઈ રાવલ અને ડો. ભારતીબેન રાવત દ્વારા કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એન.એસ.એસ. પ્રોગ્રામ કો-ઓર્ડિનેટરશ્રી ર્ડા. જે. ડી. ડામોર, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજના આચાર્યશ્રી ર્ડા. વાય. બી. ડબગર, યુનિવર્સિટીના સ્ટાફશ્રી પ્રતિકભાઈ, યુનિસેફના કન્સલટન્ટ શ્રીમતી મિનલબેન છેડા, બાળ સુરક્ષા અધિકારીશ્રી નરેશભાઈ મેળાત અને તેમની ટીમ તેમજ બનાસકાંઠા જિલ્લાની વિવિધ કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર અને સ્વયંસેવકો હાજર રહ્યાં હતાં

Comments (0)
Add Comment