BCCIએ વિરાટને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું, રાજીનામું ન આપતાં કપ્તાની લઈ લીધી

BCCIએ વિરાટ કોહલીને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, જેનો જવાબ તેણે ન આપતા ના છૂટકે કોહલીને કેપ્ટન પદેથી હટાવાયો. હવે લિમિટેડ ઓવર ફોર્મેટમાં રોહિત શર્મા ઈન્ડિયન ટીમના કેપ્ટન તરીકે કાર્યભાર સંભાળશે. વળી મીડિયા રિપોર્ટ્સના આધારે એવો દાવો કરાઈ રહ્યો છે કે વિરાટ કોહલી 2023 વર્લ્ડ કપ સુધી વનડે કેપ્ટન તરીકે રમવા માગતો હતો. તેવામાં હવે વનડે અને T20 વર્લ્ડ કપમાં રોહિતની કેપ્ટનશિપ હેઠળ ટીમ કેવું પ્રદર્શન કરે છે તે જોવાજેવું રહેશે.

કોહલીએ સ્વેચ્છાએ T-20 કેપ્ટનપદેથી રાજીનામું આપ્યું
વિરાટ કોહલીએ સ્વેચ્છાએ T-20ની કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય કર્યો હતો. જેના પરિણામે BCCIને એવી આશા હતી કે વિરાટ કોહલી વનડે ફોર્મેટની કેપ્ટનશિપ પણ સ્વેચ્છાએ છોડે. જોકે એમ ન થતા BCCIએ રોહિત શર્માને વનડે ફોર્મેટનો પણ કેપ્ટન બનાવી દીધો છે.

કોહલીની કેપ્ટનશિપમાં ઈન્ડિયન ટીમનો વનડે ફોર્મેટમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારતે 95 વનડે મેચ રમી છે, જેમાંથી 65 જીતી અને 27માં હારનો સામનો કરવો પડ્યો છે. તેવામાં 3 એવી મેચ રહી છે જે ટાઈ રહી અથવા નિર્ણય આવી શક્યો નહોતો. વળી કોહલીની કેપ્ટનશિપ દરમિયાન ટીમનો વિનિંગ રેશિયો પણ 68% રહ્યો છે. જોકે તે ટીમને એકપણ ICC ટ્રોફી જીતાડી શક્યો નથી

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રોહિતે T-20માં કેપ્ટનશિપ કરી

  • રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ T-20 સિરીઝમાં કેપ્ટનશિપ કરી ચુક્યો છે.
  • ભારતે આ સિરીઝ 3-0થી જીતી લીધી હતી.
  • આ સિરીઝથી રાહુલ દ્રવિડ હેડ કોચ તરીકે ઈન્ડિયન ટીમ સાથે જોડાયા છે.

2017 પછી પહેલીવાર 2 કેપ્ટન

  • 2017 પછી પહેલીવાર ઈન્ડિયન ટીમમાં 2 કેપ્ટન હશે.
  • ધોનીએ 2014માં ટેસ્ટ ક્રિકેટથી નિવૃત્તી લીધી હતી એટલે વિરાટને કેપ્ટન તરીકે પસંદ કરાયો હતો. તે સમયે ધોની લિમિટેડ ઓવરમાં કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરતો રહ્યો હતો.
  • કોહલીને 2017માં ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો હતો. પરંતુ T20 કેપ્ટનશિપ છોડ્યા પછી હવે વિરાટ પાસેથી વનડેની કેપ્ટનશિપ પણ ઝૂંટવી લેવામાં આવી છે.
Comments (0)
Add Comment