- બ્રેટ લી એ કહ્યું- મારા મતે ભારત ટાઇટલ માટે પ્રબળ દાવેદાર છે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર બ્રેટ લી, જે અત્યાર સુધીના મહાન ફાસ્ટ બોલરોમાંનો એક છે, તેણે ટી 20 વર્લ્ડકપ વિશે મોટી આગાહી કરી છે. તેણે ભારતીય બેટ્સમેનની પણ ભારે પ્રશંસા કરી છે.
ભારત ટી-20 વર્લ્ડ કપ વિજેતા બનશે
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટર બોલર બ્રેટ લીનું માનવું છે કે ભારતે સારું પ્રદર્શન રહેલ બેટ્સમેન કેએલ રાહુલને ટી-20 વર્લ્ડ કપમાં ઇનિંગનો ‘આધારસ્તંભ’ બનાવવો જોઈએ. જેના કારણે કેપ્ટન વિરાટ કોહલી પર દબાણ ઓછું થશે.
ભારતીય ટીમ ટાઇટલ માટે પ્રબળ દાવેદાર
બ્રેટ લી માને છે કે 2007ની ચેમ્પિયન ભારતીય ટીમ ટાઇટલ માટે પ્રબળ દાવેદાર હશે. ભારતે 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પ્રથમ મેચ રમવાની છે. બ્રેટ લી એ કહ્યું કે ઇંગ્લેન્ડની ટીમ પોતાના અનુભવની તાકાત પર હંમેશા મોટું જોખમ ખેડે છે પરંતુ મારા મતે ભારત ટાઇટલ માટે પ્રબળ દાવેદાર છે.
પ્રેક્ટિસ મેચમાં ભારતનો મુકાબલો કાંગારૂઓ સામે થશે
બ્રેટ લીએ કહ્યું કે સૂર્યકુમાર યાદવ ભારતના આગામી સ્ટાર સાબિત થશે. મને લાગે છે કે સૂર્યકુમાર યાદવ આગામી સ્ટાર હશે. બ્રેટ લીએ એમ પણ કહ્યું કે ઓસ્ટ્રેલિયાએ શ્રેષ્ઠ ટીમ પસંદ કરી છે અને તે ભારત માટે એક પડકાર બની શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા 20 ઓક્ટોબરે દુબઈમાં પ્રેક્ટિસ મેચ રમશે.
તેણે કહ્યું કે મને લાગે છે કે રાહુલ સૌથી વધુ રન બનાવશે. આઈપીએલમાં તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. ભારતે રાહુલને બેટિંગનો મુખ્ય ભાગ બનાવવાની જરૂર છે કારણ કે તેનાથી કોહલી પરનું દબાણ ઓછું થશે.
આ સાથે કોહલી પોતાની સ્વાભાવિક રમત બતાવી શકશે. કદાચ કેપ્ટન તરીકે કોહલીની આ છેલ્લી ટુર્નામેન્ટ હોય, તેથી તે ચોક્કસપણે સારું પ્રદર્શન કરવા ઈચ્છશે. ટી 20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે તેની પ્રથમ મેચ રમવાની છે.