દેશના સ્ટાર ડ્રેગ ફ્લિકર રુપિંદર પાલ સિંહે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃતિ જાહેર કરી છે, જેથી યુવા ખેલાડીઓને તક મળી શકે. તે ટોક્યો ઓલિમ્પિકમાં કાંસ્ય મેડલ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતો. પંજાબના 30 વર્ષના રુપિંદરપાલે ઓલિમ્પિકમાં ન્યૂઝીલેન્ડ અને જર્મની સામે 1-1 ગોલ કર્યો હતો, જ્યારે સ્પેન સામે 2 ગોલ કર્યા હતા.
2010 માં ઇપોહમાં થયેલ સુલ્તાન અજલાન શાહ કપમાં ડેબ્યુ કરનાર રુપિંદર 11 વર્ષની કારકિર્દીમાં 3 ગોલ્ડ સહિત 10 મેડલ વિજેતા ટીમનો ભાગ રહ્યો છે. રુપિંદરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કહ્યું, ‘છેલ્લા કેટલાક મહિનાઓથી કોઇ શંકા વગર મારા જીવનના સૌથી સારા દિવસો રહ્યા છે.
ટીમના સભ્યો સાથે ટોક્યોમાં પોડિયમમાં ઉભા રહેવું, જેમની સાથે મેં જીવનમાં કેટલાક અવિશ્વસનીય અનુભવ ભેગો કર્યો છે. એક એવો એહસાસ જે મારા જીવનમાં હું સાથે રાખીશ.’ રુપિંદરે 223 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને 115 ગોલ કર્યા છે. તો 31 વર્ષના ડિફેન્ડર બીરેન્દ્ર લકડાએ પણ આંતરરાષ્ટ્રીય હોકીને અલવિદા કહ્યું છે. તે પણ ટોક્યો ઓલિમ્પિકમાં ટીમનો ભાગ હતો.