નવાવાસ ગામમાં સોમચંદભાઇ પરમારનો વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો

વડગામ તાલુકા ના નવાવાસ ગામે શ્રી સોમચંદભાઈ પરમાર પોલીસ વિભાગ માંથી નિવૃત થયેલ હોઈ તેમનો વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયેલ હતો આ પ્રસંગે રોહિત સમાજ ના તમામ આગેવાનો તેમજ સમાજ માંથી ખાસ પોલીસ ખાતાના ચાલુ તેમજ નિવૃત કર્મચારીઓ ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમમાં શુભેચ્છા પાઠવવા માટે ભારતીય જનતા પાર્ટી ના આગેવાનોમાંથી શ્રી વિજયભાઈ ચક્રવર્તી, શ્રી અશ્વિનભાઈ સક્સેના, શ્રી ભરતભાઈ પરમાર શ્રી, જશુભાઈ ચૌહાણ શ્રી દીપકભાઈ પંડ્યા શ્રી વિજય વાલમિયા ઉપસ્તિથ રહેલ.આ કાર્યક્રમ નું સફળ સ્ટેજ સંચાલન વડગામ તાલુકા ભાજપ અનુસૂચિત જાતી મોર્ચા ના પ્રમુખ શ્રી જશુભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું

Comments (0)
Add Comment