બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના આસેડા સહિત ડીસા તાલુકાના ગામેગામ માં બોગસ ડોકટરોનો રાફડો

બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના આસેડા સહિત ડીસા તાલુકાના ગામેગામ માં બોગસ ડોકટરોનો રાફડો
જન આરોગ્ય સાથે જાહેરમાં ખુલ્લેઆમ ચેડાં : સરકારી તબીબોની સૂચક ચુપકીદી
હાલમાં કોરોનાનું જોર ઘટ્યું છે પણ મિશ્ર હવામાનને લઈ વાયરલજન્ય બીમારીઓનો ઉપદ્રવ વધી પડ્યો છે. ત્યારે ડીસા તાલુકાના આસેડા સહિત આજુબાજુના ગામડાઓમાં બોગસ ડોકટરો જાહેરમાં ખુલ્લેઆમ પ્રેક્ટિસ કરી જન જીવન જોખમમાં મૂકી રહ્યા છે.
ડીસા તાલુકામાં આરોગ્યની અપૂરતી સવલતો વચ્ચે આસેડા સહિત આજુબાજુના ગામડાઓમાં બોગસ ડૉક્ટરોનો રાફડો ફાટ્યો છે. જેઓ માન્ય સર્ટિફિકેટ વગર એલોપેથી દવા કરી ગામડાની અભણ અને ભોળી જનતાની લૂંટ ચલાવી ધિકતી કમાણી કરી રહ્યા છે. જેમાં ઘણી વખત ખોટી સારવાર અને દવાને લઈ ઘણા દર્દીઓનો જીવ જોખમમાં મુકાય છે ત્યારે તેઓ હાથ અધ્ધર કરી દે છે. જેના કારણે અનેક દર્દીઓના અકાળે મોત નિપજ્યાના કિસ્સા પણ લોકમુખે ચર્ચાય છે. તેમછતાં આ ઉઘડપગા ડોકટરો પ્રસુતિ જેવા કેસો લઈ જન જીવન જોખમમાં મૂકી રહ્યા છે. સરકારી ડોકટરો પણ અગમ્ય કારણોસર તેમની સામે કોઈ કાર્યવાહી કરતા નથી.તેથી બોગસ ડોકટરોને મોકળું મેદાન મળી ગયું છે. સરવાળે મોંઘવારીમાં પીડાતી આમ પ્રજા જ તેમનો ભોગ બની રહી છે. ત્યારે જવાબદાર તંત્ર તેમને કાયદાનું ભાન કરાવે તેવો જનમત પ્રવર્તે છે.રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા

Comments (0)
Add Comment