તારીખ 07-11-2021 ના રોજ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી ડીસા ની મુલાકાતે

તારીખ 07-11-2021 ના રોજ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી ડીસા ની મુલાકાતે હર્ષભાઈ સંઘવી ના સ્વાગત માટે ડીસામાં ભવ્ય રોડ શો સાથે સ્વાગત કરવામાં આવ્યું આજે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના પનોતા પુત્ર હર્ષભાઈ સંઘવી ડીસા ની મુલાકાતે આવી પહોંચ્યા હતા હર્ષભાઈ સંઘવી આવતા ની સાથે ડીસા સાઈબાબા મંદિર થી ડીસા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ભવ્ય બાઇક રેલી સાથે ડીસાના મેઇન બજાર થી લઈ અલગ-અલગ સ્થળો ઉપર ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે ડીસા જૈન સમાજ સમુદાય દ્વારા ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીને ઉષ્માભર્યું સ્વાગત ઢોલ નગારા સાથે સાફો પહેરાવી ફુલ હાર અને સાલ ઓઢાડી કરવામાં આવ્યું હતું ગુજરાતના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ ડીસાની જનતા તેમનું જે સ્વાગત અને ઉષ્મા ભર્યો અભિવાદન કર્યું તે બદલ હાથ લહેરાવીને જનતાને અભિનંદન આપતા નજરે પડ્યા હતા ગૃહમંત્રીની સાથે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળી ડીસા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સંજય બ્રહ્મભટ્ટ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા અમૃતભાઈ દવે નગરપાલિકા કારોબારી અધ્યક્ષ જીગ્નેશભાઈ જોશી .અને જેન સમુદાયમાંથી નગરપાલિકાના નગરસેવક પીન્કેશ ભાઈ દોશી દ્વારા હર્ષભાઈ સંઘવી નું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીના ડીસા ના આગમન ની સાથે ડીસાની જનતામાં પણ તેમને આવકારવા નો અલગ જ જોશ જોવા મળતો હતો. ડીસાની મેઈન બજારોમાંથી ભાગ્ય બાઇક રેલી સાથે લોકોએ સ્વાગત કરી ગુજરાતના ગૃહ મંત્રી ને ડીસામાં પ્રેમપૂર્વક આવકાર્યા હતા રિપોર્ટ નરેશ ડી વ્યાસ બ્યુરોચીફ બનાસકાંઠા

Comments (0)
Add Comment