પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં રજૂઆત કરી કર્મચારીઓને વિવિધ સેવાઓ આપવામાં માંગણી કરવામાં આવી છે.ગુજરાત રાજયના એસ.એસ.આઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલના ગ્રેડ પે ખુબ ઓછા છે. જેના બદલે ૪૨૦૦, ૩૬૦૦, ૨૮૦૦ ગ્રેડ પે કરવામાં તેમજ ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓને મળતા વર્ષો જુના ભથ્થામાં તાત્કાલિક વધારો કરવામાં આવવો જોઈએ. પોલીસ કર્મચારીઓના ફરજનો સમય નક્કી કરી ૮ કલાકથી વધારે નોકરીમાં માનવ અધિકાર મુજબ યોગ્ય વળતર આપવા, તેમજ વિવિધ તુ મુજબ સુરક્ષાના સાધનો આપવા જોઈએ. હાલ ગુજરાતના તમામ વિભાગોમાં થતા શોષણ સામે લડવા વિવિધ યુનિયનો બનાવવામાં આવેલ છે જેમાં ગુજરાત પોલીસને પણ યુનિયન બનાવવાનો મૂળભૂત અધિકાર સત્વરે આપવામાં આવે. ગુજરાતના અન્ય જીલ્લામાં કે અન્ય રાજયમાં તપાસ કે બંદોબસ્તમાં જતા પોલીસ કર્મચારીઓને સરકારી વાહન તથા સુવિધા આપવામાં આવે અને એમના ભથ્થા ડાયરેક્ટ એમના ખાતામાં જમા કરવામાં આવે. સસ્પેન્ડ થયેલ અધિકારીઓના ફરજ પર પરત લેવાનો સમયગાળો નક્કી કરવામાં આવવો જોઈએ. ફિક્સ પગાર પ્રથા નાબુદ કરવામાં આવે તથા સાતમાં પગાર પંચ મુજબ તમામ કર્મચારીઓના પગાર તાત્કાલિક ચુકવણું કરવામાં આવે. તેમજ દરેક પોલીસ કર્મચારીઓની દર ત્રણ વર્ષે બદલીનાં કરતા પોતાના વતનના જીલ્લામાં જ આંતરિક બદલી તથા અમુક કર્મચારીઓની નોકરીનો સમયગાળો પૂર્ણ નાં થયો હોવા છતાં પણ કોઈ જ કારણ વગર તેમની બદલી કરવામાં આવે છે જેના કારણે તેમના પરિવારને આર્થીક તેમજ માનસિક તકલીફ પડતી હોઈ છે, જેનું સત્વરે નિરાકરણ લાવવા અને પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલથી એ.એસ.આઈ. સુધીના કર્મચારીઓને રજાના દિવસે ફરજ બજાવે તો રજાના દિવસે પગાર ચુકવવા, જયારે પી.એસ.આઈ તથા તેમનાથી ઉપરના અધિકારીઓ પણ રજાના દિવસે ફરજ બજાવે છે. પરંતુ રજાના દિવસનો પગાર ચુકવવામાં આવતો નથી જેનું ચુકવણું કરવામાં આવે તેવી માંગણી સાથે લાખણી તાલુકામાં ઠાકોર સેના દ્વારા પોલીસ કર્મચારીઓની વિવિધ માંગણીઓના સમર્થનમાં આવેદનપત્ર આપી અને પોલીસ કર્મચારીઓની સમસ્યા ઉકેલવા માંગણી કરી છે