સાતુસણા પ્રા. શાળા ના શિક્ષકશ્રી નો વિદાય સમારંભ યોજાયો.

સાતુસણા પ્રા. શાળા તા.વિસનગર ના શિક્ષકશ્રી પટેલ કનુભાઈ વિઠલભાઈ નો વિદાય સમારંભ યોજાયો.

તારીખ 26 10 2021 ના રોજ કનુભાઈ પટેલ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો.

સાતુસણા પ્રાથમિક શાળા ના વય નિવૃત્તિ ના કારણે વિદાય લઈ રહેલ શિક્ષક શ્રી પટેલ કનુ ભાઈ વીઠલભાઈ નો શાળા પરિવાર તેમજ શાળા ના બાળકો ની ઉપસ્થિતિમાં ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.

કનુભાઈ સાહેબ શ્રી પોતાના સેવા કાળ દરમિયાન શાળાના શિક્ષણમાં અને શાળા ના પર્યાવરણ અંગેની સતત ચિંતામાં રહેતા.

તેમજ શાળાની ભૌતિક સુવિધાઓ ઊભી કરવામાં તેમનો મોટો ફાળો રહ્યો છે.

શાળા ને યોગ્ય ભૌતીક સુવિધાઓ મળી રહે તે હેતુથી કનુ ભાઈ સાહેબે નિવૃતિ પ્રસંગે રૂપિયા ત્રીસ હજાર (૩૦,૦૦૦) નું દાન સાતુસના પ્રા. શાળા ને આપેલું.

સાથે સાથે શાળા ના બાળકો ને ભોજન પણ આપેલું.

વિદાય સમારંભમાં શાળાના બાળકો અને શિક્ષકો જોડાયા હતા.

કનુભાઈ સાહેબ નું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલું, તેમજ શાળા પરિવાર દ્વારા મોમેન્ટો પણ આપવામાં આવ્યો.

શૈલેશ જોષી

મેહસાણા

Comments (0)
Add Comment