સાર્વજનિક બીએડ કોલેજ ગોધરાખાતે યોજાઈ આયુષ્યમાન ભારત તાલીમ

તાજેતરમાં આયુષ્યમાન ભારત અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,પંચમહાલ દ્વારા સાર્વજનિક બીએડ કોલેજ ગોધરા ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,પંચમહાલના સિનિયર લેક્ચરર ઉમેશભાઈ ચૌહાણ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમમાં પંચમહાલ જિલ્લાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, બી.આર.સી ગોધરા હાજર રહ્યા હતાં. તેમાં તજજ્ઞ તરીકે ઉમેશભાઈ ચૌહાણ, મિનેષકુમાર રાણા અને મલેક ઈસ્તીયાક દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી હતી.બીએડ કોલેજના સો કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને પણ આ તાલીમનો લાભ મળ્યો હતો.

Comments (0)
Add Comment