ડીસા તાલુકાના કંસારી-શેરપુરા રોડ ઉપરથી પીકઅપ ડાલામાં બટાકાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ તથા બીયર ટીન મળી કુલ નંગ- ૨૦૬૪ સાથે કુલ કિં.રૂા.૬,૨૦,૭૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી ડીસા રૂરલ પોલીસ

સરહદી રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા બનાસકાંઠા-પાલનપુરના પોલીસ અધીક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ દારૂબંધીના કડક અમલીકરણ તથા દારૂની બદી નિસ્તે નાબુદ કરવા સારૂ વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય જે અન્વયે ડીસા વિભાગ, ડીસાના નાયબ પોલીસ અધીક્ષક ડૉ.શ્રી કુશલ ઓઝા સાહેબ નાઓના માર્ગદર્શન તળે તથા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, એમ.જે.ચૌધરી નાઓની રાહબરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.


આજ રોજ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના કર્મચારીઓ વહેલી સવારે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ હકિકત આધારે ડીસા તાલુકાના કંસારી-શેરપુરા રોડ ઉપરથી આરોપી (સુરેશભાઇ ગોરધનજી પરમાર (માળી) રહે.મોટી ઢાણી માલગઢ તા.ડીસા વાળાના કબ્જાના પીકઅપ ડાલું નં.GJ-27-TT-4240 માંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂ/બિયર ની કંપની સીલબંધ બોટલ તથા બિયરના ટીન નંગ-૨૦૬૪, કિ.રૂ.૨,૧૧,૨૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા બટાકા નંગ-૧૫ કિ.રૂ.૪૫૦૦/- તથા પીકઅપ ડાલું નં.GJ-27-TT-4240 કિ. રૂ.૪,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૬,૨૦,૭૦૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી તેની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે આ કામગીરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એમ. જે. ચૌધરી સાહેબશ્રી ની આગેવાનીમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઇ રાયમલભાઇ તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ સોમસિંહ તથા મુકેશભાઇ કાશીરામ વિગેરે નાઓ રોકાયેલ હતા.રિપોર્ટ નરેશ ડી વ્યાસ બ્યુરોચીફ બનાસકાંઠા

Comments (0)
Add Comment