બનાસકાંઠા જિલ્લા ગૌ રક્ષા ટીમ દ્વારા રાજસ્થાન સોજત થી અમદાવાદ કતલખાને જતા 30 જેટલા અબોલ જીવોને પાલનપુર ટોલટેક્સ પર ફિલ્મી ઢબે પીછો કરી પકડી પાડવા માં આવ્યું હતું.
ગઈ કાલે રાત્રી ના 11:00 એક વાગે દાંતીવાડા ના ગૌ રક્ષક હિમાલય ભાઈ ને ખાનગી રાહે બાતમી મળતા કે એક આઇશર ટ્રક નંબર GJ01JT1413 રાજસ્થાન સોજત થી પાડા ભરી ને અમદાવાદ કતલખાને જવાનું છે આની જાણકારી મળતાજ બનાસકાંઠા જિલ્લા ની દાંતીવાડા તેમજ પાંથાવાડા ટીમ રાત્રી ના 11 એક વાગે વોચ કરી બેઠેલી હતી તે દરમિયાન હાઇવે પર જોવા મળેલ કે આઇશર અમીરગઢ તરફથી પાલનપુર તરફ પૂરઝડપે જતા જોઈ ગૌ રક્ષકો દ્વારા બનાસકાંઠા પોલીસ કંટ્રોલ રૂમ માં જાણ કરેલ અને તે આઇશર નો 8 કિલોમીટર ફિલ્મીઢબે પીછો કરી ચિત્રાસણી ટોલટેક્ષ પર પકડી પાડવામાં આવેલ અને ટ્રક ના ડ્રાઈવર ને પૂછ પરછ કરતા તેને પોતાનું નામ સારુખખાન મિશ્રી ખાન બલોચ બતાવેલ અને પૂછવા માં આવેલ કે ક્યાંથી પાડા ક્યા લઇ જાયછે તેને જણાવેલ કે સોજત ધક્કા પરથી ભરી અમદાવાદ કતલખાને લઇ જવાના છે ત્યાર બાદ પોલીસઆવી જતા ટ્રક અને ડ્રાયવરને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને લાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને પોલીસ સ્ટાફ અને ગૌ રક્ષકો ના સાથસહકાર થી 30 જેટલા જીવો બચી ગયેલ અને મેરવાડા પાંજળાપોળ ખાતે મુકેલ.
પાલનપુર તાલુકા પોલીસ સ્ટાફ તેમજ
P.I.બી.આર.પટેલ તેમજ
p.s.i. જૂંગી સાહેબનો બહુ સારો સાથસહકાર મળેલ
હિમાલય ભાઈ માલોસણીયા
મનીષ ભાઈ ભાટ
જયેન્દ્ર સિંહ વાઘેલા
રાજ ભાઈ દરજી
રાજદીપ સિંહ સિસોદિયા
સુરેશ ભાઈ ચોધરી
ભાવેશ ભાઈ ચોધરી
દિનેશ ભાઈ ચોધરી
અને અન્ય બીજા બધા જીવદયા પ્રેમીઓ નો સાથ સહકાર મળેલ.