વડગામ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી કૉંગ્રેસ પાર્ટી માં જોડાયા બાદ બનાસકાંઠા માં ભવ્ય સ્વાગત અને સભા યોજયી
જીગ્નેશ મેવાણી ના સમર્થન માટે લોકો ની ભીડ ભારે ભીડ ઉમટી
વડગામ તાલુકાના ધારા સભ્ય જીગ્નેશ ભાઈ મેવાણી ની રેલી છાપી થી બહોળી સંખ્યા માં પાર્ટી ના કાર્યકર્તા સાથે પાલનપુર માં બી.કે.ગઢવી શૈક્ષણિક સંકુલ માં પહોંચી અને દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી .
આ કાર્યક્રમ માં હાર્દિક પટેલ ,અમિતભાઇ ચાવડા (ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ), જગદીશ ઠાકોર ,
મહેશભાઈ પટેલ ધારાસભ્ય,
ગોવાભાઈ દેસાઈ ધારાસભ્ય , ગેનીબેન ઠાકોર ધારાસભ્ય, કાંતિભાઈ ખરાડી ધારાસભ્ય, ગુલાબભાઈ રાજપૂત ધારાસભ્ય , શિવભાઈ ભુરિયા ધારાસભ્ય , દિનેશભાઇ ગઢવી (પ્રમુખ કોંગ્રેસ બનાસકાંઠા) તાલુકા અને જીલ્લા પંચાયત ના સદસ્યો , પક્ષ ના હોદેદારો , વડગામ જીગ્નેશ મેવાણી ની ટિમ પાર્ટી ના લોકો એ હાજરી આપી.
જીગ્નેશ ભાઈ મેવાણી અને પધારેલા મહેમાનો ને સાફો પહેરાવી ફુલહાર પહેરાવી અને ર્ડો. બી.આર. આંબેડકર ની પ્રતિમા આપીને ને ભવ્ય સ્વાગત કરવા માં આવ્યું , જીગ્નેશ ભાઈ ના સમર્થન માટે લોકો ની ભીડ ઉમટી પડી.