મહેમદાવાદમાં શરદ પૂર્ણિમા નિમિતે દિવ્યાંગ નવરાત્રી મહોત્સવ યોજાયો

તારીખ ૨૦/૧૦/૨૦૨૧ ના રોજ શરદ પૂર્ણિમા નિમિતે અનેક સ્થળોએ રાસ ગરબાનું આયોજન કરાયું હતું જેમાં મહેમદાવાદમાં રોટરી રોટરેક્ટ અને ઇન્હરવ્હીલ કલબ ઓફ મહેમદાવાદ હરીપુરા લાટ અને સક્ષમ ગ્રુપ નડિયાદ ના સંયુક્ત ઉપક્રમે સ્પે.દિવ્યાંગ નવરાત્રી મહોત્સવનું આયોજન ખાત્રજ પંચવટી થી કચ્છ કડવા પાટીદાર વાડીમાં કરવામાં આવ્યું હતું

જેમાં મુખ્ય અતિથિ તરીકે મહેમદાવાદ તાલુકા ના માજી ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ, રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી સચિવ પ્રવીણભાઈ સોલંકી,રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટીના કિન્નર મોરચાના ગૌરી કુંવર, સક્ષમ ગ્રુપ નડિયાદ ના પ્રમુખ અને અધ્યક્ષ શ્રી ઓ, અંધજન મંડળ વાંઠવાડી તેમજ જુદી જુદી સંસ્થામાંથી પ્રતિનિધિઓ ,દિવ્યાંગ વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા

રોટરી કોલબ ઓફ મહેમદાવાદના આ સુંદર પ્રોજેક્ટ ના ચેરરોટ ગૌરીબેન પટેલ રહ્યા હતા ગૌરીબેન પટેલ પોતે દિવ્યાંગ છે છતાંય નવરાત્રી મહોત્સવનું આયોજન કરી દિવ્યાંગ વ્યક્તિઓનો ઉત્સાહ વધાર્યો હતો રોટરી કલબ મહેમદાવાદ તરફથી પ્રમુખ રોટ ચેતન પટેલ, સેક્રેટરી નિલેશ સોની તથા દરેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તથા આ કાર્યક્રમમાં અન્ય સુવિધા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ અને યુવક મંડળના સભ્યો એ પૂરી પાડી હતી

રાસ ગરબામાં આવનાર તમામ દિવ્યાંગ વ્યક્તિઓને ભોજન પ્રસાદ આપી ભેટ આપવામાં આવી હતી સ્પે.દિવ્યાંગ ગરબામાં દિવ્યાંગ મિત્રો મન મૂકીને ગરબે ઘુમ્યા હતા આટલું સરસ દિવ્યાંગ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવા બદલ આવનાર તમામ મહેમાનો અને દિવ્યાંગ વ્યક્તિઓએ આયોજક શ્રિઓ નો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો

Comments (0)
Add Comment