લાખણી તાલુકા ની છગનજી ગોળીયા પ્રાથમિક શાળામાં અમૃત મહોત્સવ નિમિત્તે કલા ઉત્સવ ઉજવણી કરવામાં આવી

આજ રોજ જી. સી.ઇ.આર. ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર આયોજીત આજાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે કલા ઉત્સવ ઉજવણી લાખણી તાલુકા ની છગનજી ગોળીયા પ્રાથમિક શાળામાં કરવામાં આવી

. તેમાં લાખણી તાલુકાના 64જેટલા બાળકોએ આપણાં સ્વાતંત્ર્ય સેનાનીઓ વિષય પર ચિત્ર, નિબંધ, વકતૃત્વ, અને કાવ્યમાં ભાગલીધોહતો.તેમાં સૌપ્રથમ દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્લોમૂકવામાં આવ્યો હતો ત્યાર બાદ શાળા પરિવાર તરફ થી આવનાર મહેમાનોનું સુતરની આંટીથી સ્વાગત અને કુમ કુમ તિલક અને ગોળ થી મોં મીઠું કરાવવામાં આવ્યું. ત્યાર બાદ જે.કે.પઢાર દ્વારા સમગ્રકાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી. સ્પર્ધા પૂર્ણ થતાં દરેકને ચા નાસ્તો કરાવવામાં આવ્યો . ત્યારબાદ પરિણામ જાહેર કરી દરેક વિભાગ મા પ્રથમ આવનારને 500, દ્વિતીયને250, તૃતીયને 100રૂપિયા ઈનામ આપવામો આવ્યુ હતું તેમજ ભાગ લેનાર ને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યુ.આ પ્રસંગે બી. આર.સી. મુકેશભાઈ તાલુકા શિક્ષક સંઘ ના પ્રમુખ શ્રી જોધસિહ બાપુ, મહામંત્રી અમરતભાઈ દેસાઈ, શાળા ના આચાર્ય શ્રી ડી.કે. પ્રજાપતિ,જે.કે. પઢાર, સી.આર.સી લાખણી. શાળા નં ર ના
આચાર્ય શામળભાઇ દેસાઈ, ધુણસોલના શિક્ષક અને તાલુકા સંઘના સક્રિય પ્રતિનિધિ રમેશભાઈ પ્રજાપતિ, લાખણી સરપંચશ્રી, તમામ સી. આર.સી. શ્રીઓ વિજયભાઈ, હંસાજી,જામાંભાઈ, મહેશભાઈ, સુરેશભાઈ, નવીનભાઈ , મહેશભાઈ,તથા આયદાનભાઈ, લાખસિહ તેમજ માર્ગદર્શક શિક્ષકો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો .આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન શાળા પરિવાર ના આચાર્ય શ્રી ડી.કે. પ્રજાપતિ તથા વિક્રમભાઈ પટેલ અને હેતલબેન એ જોષી એ કર્યું હતું

Comments (0)
Add Comment