આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ ખાદ્ય દિવસની સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉજવણી કરવામાં આવેલ

ફૂડ ટેકનોલોજી મહાવિધાલય, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા તા. ૧૫ અને ૧૬ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા અને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, ગુજરાત સરકારના સંપૂર્ણ સહયોગથી મા. કુલપતિશ્રી ડૉ. આર. એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના ડેઝિગ્નેટેડ અધિકારી શ્રી સી. એસ. ગોહિલના નેજા હેઠળ દેશની આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ નિમિત્તે આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વ ખાદ્ય દિવસની ઉજવણી સફળતાપૂર્વક કરવામાં આવેલ.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ અને ભારતમાં પ્રવર્તમાન ખોરાકીય કુપોષણ નિયંત્રણ કરવા જાગૃત્તિ લાવવાનો હતો. જેના ભાગરૂપે તા. ૧૫ ઓક્ટોબરના રોજ પાલનપુર શહેરના પાંચ જુદા-જુદા વિસ્તારોમાં ફૂડ સ્ટોલનું આયોજન કરી દશેરા નિમિત્તે ફાફડા-જલેબીનું માનવતા માટે સમર્પણ ના ઉદ્દેશથી વિતરણ કરવામાં આવેલ,

તેમજ તા. ૧૬ ઓક્ટોબરના રોજ ઇટ રાઇટ ઇન્ડિયા મુવમેન્ટના ઉપક્રમે પાલનપુર શહેરી વિસ્તારમાં ખાદ્ય સુરક્ષા અને સલામતી અંગે જાગૃત્તતા રેલી કાઢવામાં આવેલ હતી. આ સિવાય ઇટ રાઇટ ઇન્ડિયા મેળાં, અન્ય તકનિકી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સફળતા પૂર્વક કરવામાં આવેલ હતું,

જેમાં કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહના અધ્યક્ષશ્રી ડો. આર. એમ. ચૌહાણ દ્વારા ખાદ્ય સુરક્ષા અને આહારનો બગાડ અટકાવવાની હિમાયત કરેલ તેમજ પોષણક્ષમ ખોરાક લેવાં માર્ગદર્શિત કરેલ. તેમજ મુખ્ય અતિથી શ્રી સી. એસ. ગોહિલ દ્વારા ખાદ્ય પદાર્થોની બનાવટોનાં ઉત્પાદન સમયે સરકારી ધારાધોરણોના ચુસ્ત રીતે પાલન કરવા અંગેની સમજણ આપેલ તેમજ વિદ્યાર્થીઓને તેઓના કારકીર્દી માટે જરૂરી માર્ગદર્શન આપેલ.

આ સિવાય ક્લેરિઓન કેસિન્સ ઇન્ડસ્ટ્રીઝના યુવા ઉદ્યોગ સાહસિક શ્રી નિકુંજ શાહ એ ઉદ્યોગ સાહસિક બનવા માટેના વિવિધ ગુણોની સમજાવટ આપેલ. ઉક્ત કાર્યક્રમોના સફળ આયોજન માટે ફૂડ ટેકનોલોજી મહાવિધાલયના આચાર્યશ્રી ડૉ. આઈ. એન. પટેલ, નિયામકશ્રી વિદ્યાર્થી કલ્યાણ ડૉ. કે. પી. ઠાકર, કુલસચિવશ્રી પ્રો. જે. આર. વાડોદરિયા, ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, બનાસકાંઠા તરફથી શ્રી. ડી. જી. ગામીત અને તમામ સ્ટાફ, તેમજ ફૂડ ટેકનોલોજી મહાવિધાલયના પ્રો. ઇજ. ભાવેશ એલ. જાની અને ડૉ. આશિષ દીક્ષિત અને તમામ સ્ટાફગણ અને વિધાર્થીઓએ ભારે જહેમત ઉઠાવેલ.

Comments (0)
Add Comment